દેવાંશ બારોટ, અમદાવાદઃ શહેરના સરદારનગરમાં વધુ એક વખત કૃખ્યાત બુટલેગર રાજુ ગેંડી અને તેના પુત્રનો આતંક સામે આવતા બે દિવસમાં દારુના બે કેસ સહિત ધમકી અને મારામારી અને હત્યાની કોશિષ તેમજ લુંટના છ કેસો એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં નોંધાયા છે. જુની દુશ્મનાવટ નિકાળવા માટે રાજુ ગેંડીના પુત્રએ કમલ ઉર્ફે સાબરમતી અને અજ્જુની અલગ અલગ ઓફિસો પર તોડફોડ કરીને તલવાર વડે હુમલો કર્યો હતો તેમજ એક મકાનમાં ધુસીને પતિ પત્નિ પર હુમલો કર્યો હતો. વિક્કીએ મચાવેલા આંતક અને રાજુ ગેંડીએ આપેલી ધમકીના પગલે પોલીસેબાતમીના આધારે રાજુના બે દારુના અડ્ડા પર રેડ કરાવી હતી.
સરદારનગર વિસ્તારમાં આવેલી ન્યુ મહારથી સોસાયટીમાં રહેતી રાશી ટેકવાણીએ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં વિકી રાજુ ઉર્ફે ગેંડી કિષ્નાની વિરુધ્ધમાં 16મી ફેબ્રુઆરીના રોજ ફરિયાદ કરી હતી. વિકી તેના મિત્રને લઇને અચાનક રાશીના ધરમાં ધુસી ગયો હતો અને તેના પતિ કિશોર ટેકવાણીને બેઝબોલના સ્ટીકથી મારમારીને રીતસરનો આતંક મચાવીને જતો રહ્યો હતો. ત્યારબાદ રાશી તેના પતિ અને સસરા ભેરુમલ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં વિક્કી વિરુધ્ધમાં ફરિયાદ કરવા માટે ગયા ત્યારે રાજુ ઉર્ફે ગેંડીએ ભેરુમલને ફોન કરીને ધમકી આપી હતી કે તારા દિકરાની પત્નિ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ લખાવે છે તે પાછી ખેંચી લે નહીતર તને અને અજ્જુને જાનથી મારી નાખીશું. આ સિવાય વીક્કી અને તેના સાગરીતોએ અજ્જુ અને કમલ સાબરમતીની દુકાનો પણ 16મી ફેબ્રુઆરીના રોજ તોડી નાખી હતી.
16મી રાત્રે વિક્કીએ જૂની અદાવત રાખીને સરદારનગરમાં વિસ્તારમાં ત્રણ અલગ અલગ જગ્યાએ જઇને તોડફોડ કરી હતી અને આતંક મચાવ્યો હતો. પોલીસે ત્રણેય અલગ અલગ ફરિયાદો નોંધીને તપાસ શરુ કરી છે. વિકીએ પહેલા કમલ ઉર્ફે સાબરમતી પ્રભુદાસ નંદવાણીની ઓફિસમાં તોડફોડ કરી હતી અને ત્યારબાદ અજ્જુની ઓફિસમાં જઇને તોડફોડ કરી હતી અને ઓફિસમાં બેઠેલા બે વ્યકિતઓ પર તલવાર વડે હુમલો કર્યો હતો. આ ઘટનામાં એક વ્યકિતને માથાના ભાગે તલવાર વાગતા 30 કરતા વધુ ટાંકા આવ્યા છે જેની હાલત ગંભીર હોતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. એરપોર્ટ પોલીસ વિક્કી વિરુધ્ધમાં છેડતી તેમજ હત્યાની કોશિષની ફરિયાદ પણ દાખલ કરી છે.
વિક્કીએ મચાવેલા આંતકમાં પોલીસે અલગ અલગ ફરિયાદો દાખલ કરી છે. પોલીસે બાતમીના આધારે ગઈકાલે બે અલગઅલગ જગ્યાએથી રાજુ ગેંડીના અલગ અલગ અડ્ડા પરથી 30 પેટી કરતા વધુ નો દારૂ પકડ્યો છે