નીરુ રાઠોડ, અમદાવાદઃ 260 કરોડ રુપિયાનું કૌભાડ આચરીને ફરાર થઇ જનાર વિનય શાહ દિવસે ને દિવસે પોલીસ બેડામાં ચર્ચાનો વિષય બની ગયો છે. કરોડો રુપિયા ભેગા કરનાર વિનય શાહ માત્ર 90 લાખ રુપિયા માટે ક્રાઇમબ્રાંચના વડા જે.કે.ભટ્ટને પોતાનો સૌથી મોટો દુશ્મન બનાવીને બેઠો છે. ત્રણ દિવસ પહેલા ચર્ચામાં આવેલા આ કૌભાડમાં રોજ નવા નવા ચોકાવનારા ઘટકસ્ફોટ થઇ રહ્યા છે. વિનય શાહની સોશિયલ મીડીયા પર વાયરલ કરેલી સ્યુસાઇડ નોટ ચર્ચામાં થયા બાદ તેને આચરેલા કૌભાંડમાં પોલીસની ભુમિકા પર સવાલ ઉભા થયા છે ત્યારે હવે વિનય શાહ અને પુર્વ ધારાસભ્ય અને ભાજપના નેતા સુરેન્દ્ર રાજપુત અને તેના પુત્રની કથીત ઓડીયો ક્લીપ સામે આવી છે.
આજે સવારથી પુર્વ ઘારાસભ્ય સુરેન્દ્ર રાજપુત અને વિનય શાહની ઓડીયો ક્લીપ સોશિયલ મીડીયા પર વાયરલ થઇ છે. આ ઓડીયો ક્લીપમાં વિનય શાહએ જે.કે.ભટ્ટને 90 લાખ રુપિયા આપ્યા હોવાની વાત કરી રહ્યો છે. જોકે આ ઓડીયો ક્લીપને સીએસ24 વેબ પોર્ટલ પુષ્ટિ નથી કરતુ. વિનયે સુરેન્દ્ર રાજપુત સાથે કરેલી વાતચિતમાં કહ્યુ છેકે તે સરકારી નોકરીયાત માણસ છે આપણે તેને પૈસા આપ્યા છે. આપણા પૈસાનો તેને ઉપયોગ નથી કર્યો દુર ઉપયોગ કર્યો છે. આપણા જ પૈસાથી મારુ તમારુ અને સ્વપનિલ ભાઇનું નામ ઉછાડ્યુ છે. જે.કે.ભટ્ટ ભાઇ જે ઓ હોય તે હોય એને બે મહિનાનું રીટાર્યડમેન્ટ છે મને ખબર છે અને બધીજ માહિતી મારી પાસે છે.
હુ જ્યારે બહાર આવીશ અને તે હીસાબકીતાબ પુરા નહી કરેને તો આપડે તેને નહી છોડીએ હુ ભલે જેલમાં જઇશ. 90 લાખ રુપિયા આપડે જે.કે.ભટ્ટ સાહેબને આપ્યા છે એને હુ નહી છોડુ. જે.કે.ભટ્ટ સાહેબે આપણા પૈસે આપણી ગેમ બજાવી છે. મને બધી જ ખબર છે તે હીસાબ કીતાબ પુરા નહી કરીએ તો હુ નહી છોડી હું. આ ઓડીયો ક્લીપની હકીકત કેટલી સાચી છે તે નથી ખબર પણ વિનયે આઇપીએસ ઓફિસર જે.કે.ભટ્ટ સામે દુશ્મનાવટ જરુર કરી લીધી છે.