Exclusive,નિરુ રાઠોડ,અમદાવાદઃ ગાંઘીનગર ખાતે આવેલી એફએસએલની કચેરી માત્ર રાજ્યમાં નહી પરંતુ દેશ વિદેશમાં પણ જાણીતી છે. એફએસએલએ દેશના મોટાભાગના ચકચારી કેસોના ભેદ ઉકેલવામાં અનેક સફળતા મળી છે. હાલ રાજ્યભરમાં ચકચાર મચાવનાર પોલીસ લોકરક્ષક પરીક્ષાનું પેપર લીક થવાનો મામલો વિવાદોમાં ધેરાયો છે ત્યારે આ ગંભીર કેસનો ભેદ ઉકેલવામાં એફએસએલ આગળ આવી છે. ગાંઘીનગર પોલીસે પેપરની આન્સર કી કોને લખી તે રહસ્ય ખોલવા માટે એફએસએલના હેન્ડ રાઇટીગ ડીપાર્ટમેન્ટની મદદ લીધી છે. એફએસએલના હેન્ડ રાઇટીગ ડીપાર્ટમેન્ટે દિલ્હી ઇન્ડીયા ગેટની પાસે હાઇકોર્ટના દરવાજા બહાર થયેલા બોમ્બ બ્લાસ્ટ કેસનો ભેદ કોરા કાગળ પરથી ઉકેલી દીધો હતો.
દિલ્હી ઇન્ડીયા ગેટ પાસે હાઇકોર્ટના દરવાજા બહાર થયેલો બોમ્બ બ્લાસ્ટ કરનાર આંતકી સંગઠનને જવાબદારી સ્વીકારતો પત્ર વિવિધ મિડીયામાં મોકલાયો હતો. આ પત્ર ઇનવિઝીબલ સાહીથી લખાયો હોવાથી થોડાક સમય પછી આ તમામ લખાણ આપો આપ ભુસાઇ ગયો હતો. નેશનલ ઇન્વસ્ટીગેશન એજન્સી દ્રારા આ ભુસાયેલા પત્રને ગાંધીનગર એફએસએલ ખાતે મોકલી આપવામાં આવ્યો હતો. જેમાં એફએસએલએ ઇનવિઝીબલ સાહીથી લખાયેલુ તમામ લખાણ કાગળ ઉપર જીવત કરી દીધુ હતું. જેના કારણે એનઆઇએ ને આરોપીઓની ધરપકડ કરવા માટે મોટી સફળતા મળી હતી.
દેશમાં થયેલા બેગ્લોર, હૈદરાબાદ, બુધગયા, દિલ્હી, જયપુર, પુના મુંબઇ ખાતે થયેલા બોમ્બ બ્લાસ્ટોની તપાસ એનઆઇએ કરી રહી છે. ત્યારે એનઆઇએ દ્રારા તમામ બ્લાસ્ટ કેસોમાં ગાંધીનગર એફએસએલની મદદ લીધી છે. આ તમામ બોમ્બ બ્લાસ્ટ પાછળ કયા પ્રકારનુ એકસ્પોલીઝવ તથા કયા પ્રકારની મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ થયો છે તેનો તમામ રીપોર્ટો એફએસએલે આપ્યા છે. ત્યારે દિલ્હીમાં ઇન્ડિયા ગેટ પાસે આવેલી હાઇકોર્ટમાં થયેલા બોમ્બ બ્લાસ્ટમાં એનઆઇએ દ્રારા જપ્ત કરાયેલ કોરા પેપરો ઉપર ઇનવિઝીબલ ઇન્ક થી લખાયેલુ લખાણ પણ શોધી નાખવાનો શ્રય ગાંધીનગર એફએસએલને જાય છે
તારીખ 7 સપ્ટેમ્બર 2011ના રોજ ઇન્ડિયા ગેટ નજીક આવેલી હાઇકોર્ટના ગેટ નંબર 5 ઉપર બોમ્બ બ્લાસ્ટ થયો હતો આ બોમ્બ બ્લાસ્ટમાં 17 વ્યકિતઓના મોત થયા હતા અને 76 લોકો ધવાયા હતા. આ બોમ્બ બ્લાસ્ટ પાછળ હરકત-ઉલ-જિહાદ-અલઇસ્લામી(હુજી) નામના આંતકી સંગઠન જુથે જવાબદારી સ્વીકારી હતી. જેમાં આ કેસની તપાસ નેશનલ ઇન્વસ્ટીગેશન એજન્સીએ આંચકી લેતા તારીખ 13-2-2012ના રોજ 6 આરોપીઓ વિરુધ્ધમાં ચાર્જશીટ ફાઇલ કર્યુ હતું
એનઆઇએએ વસીમ અકરમ મલીક, અમીર અબ્બાસ, અમીરઅલી કમાલ, જુનેદ અકમર મલીક, શાકિર હુસૈન શેખ અને અબુબીલાલ વિરુધ્ધમાં ચાર્જશીટ કરી હતી જે પૈકી અમીરઅલી કમાલ અને શાકિર હુસૈનનુ ફાયરીગમાં મોત થયુ હતુ ત્યારે અબુ બીલાલ ફરાર છે. આ આરોપીઓને પકડવા માટે સૌથી મોટો ફાળો ગાધીનગર એફએસએલનો જાય છે. બ્લાસ્ટ બાદ કેટલાક આંતકીઓએ મીડીયામાં ફેક્સ દ્રારા બ્લાસટની માહિતી સ્વીકારતા કાસબે છોડવાની વાત કરી હતી. આ લેટરના પગલે એનઆઇએ દ્રારા કેટલીક શંકાસ્પદ જગ્યાએ દરોડા પાડ્યા હતા જ્યા તેની એનઆઇએએ કેટલાક કોળા કાગળો જપ્ત કર્યો હતા.
આ તમામ કાગળોને ગાંધીનગર એફએસએલની હેન્ડ રાઇટીંગ ડીપાર્ટમેન્ટ ખાતે મોકલી આપ્યા હતા. જેમાં ગાંધીનગર એફએસએલએ વીએસસી 5000 વિદેશની બનાવટના ઉપકરણથી અલ્ટ્રાવાયોલેટ અને ઇન્ફ્રારેડ કિરણોને ભેગા કરીને ઇનવિઝલબ ઇન્કથી લખાયેલુ લખાણ શોધી કાઠ્યુ હતું જેના કારણે એનઆઇએને આરોપીઓની ધરપકડ કરવા માટેની મદદ મળી હતી
એફએસલે છેલ્લા બે દાયકામાં નોધનીય કામગીરી કરી છે. જેના કારણે દેશની બીજી એફએસએલ કરતા ગુજરાત એફએસએલની કામગીરી મોખરે છે. દેશમાં થયોલા ચર્ચીત કેસો જેવા કે જસીકાલાલ હત્યા કેસ, બીજલ જોષી ગેંગરેપ,આરુષિ હત્યા કેસ, મુબંઇ ફોટો જર્નાલીસ્ટ રેપકેસ જેવા ચર્ચીત કેસમાં પણ એફએસએલએ મહત્વની ભુમિકા ભજ્વી છે. ત્યારે ગુજરાતને કંલકીત કરતો ગોધરાકાંડમાં પણ એફએસએલે પ્રશસનીય કામગીરી કરી છે. દેશમાં થતા બોમ્બ બ્લાસ્ટોમાં પણ એનઆઇએ જેવી સસ્થા ગુજરાત એફએસએલની મદદ લઇ રહી છે.