અમદાવાદ:બહેરામપુરા વિસ્તાર સરકાર દ્વારા આપવામાં આવતા સસ્તા અનાજને પલટી મારીને ફ્લોરમિલમાં બારોબાર વેચી દેવાના કૌભાંડનો પર્દાફાશ દાણીલીમડા પોલીસે કરતા બે લોકોની ધરપકડ કરી છે. અનાજ કૌભાંડમાં પોલીસ ચોપડે ચઢેલા ચાર આરોપી સિવાય પણ બીજા ચાર લોકો એવા છે જે પોલીસની આંખમાં ધૂળ નાખી અથવા તો મસ્ત મોટો વહીવટ કરીને બચી ગયા છે. પલટી મારીને અનાજને સગેવગે કરનાર માસ્ટર માઈન્ડ મુકેશ જૈન અને રૂડીલાલ ઉર્ફે રૂડીયો છે જે આ સમગ્ર કૌંભાંડના માસ્ટર માઈન્ડ છે.
સરકારી અનાજની દુકાનના શટર પાડીને કેટલાક મજૂરો દ્વારા સરકારી બારદાનમાં રહેલા અનાજને અન્ય બારદાનમાં ટ્રાન્સફર કરવામાં આવે છે ત્યારબાદ ટેમ્પોમાં તે અનાજ ભરીને પુરવઠા વિભાગ તેમજ પોલીસની આંખમાં ધૂળ નાખીને ફેકટરીમાં વેચી દેવામાં આવે છે. આ કૌભાંડમાં મુકેશ જૈન, રૂડીલાલ ઉર્ફે રૂડીયો તેમજ મુકેશના સાગરીત પિન્ટુ અને મોન્ટ સામેલ છે. ગઈકાલે દાણીલીમડા પોલીસે 3500 કિલો સસ્તું અનાજ પકડ્યું છે જેમાં દુકાનના માલિક રાજેન્દ્રસિંહ રાજપૂત, ટેમ્પા ચાલક અરુણ શર્મા, માલ લેનાર રાજકુમાર ગુપ્તા તેમજ સનાથલ પાસે આવેલી ભોલેનાથ ફ્લોર મિલના માલિક ઇનવોલ છે.
પોલીસે ચાર લોકો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે પરંતુ કૌભાંડના અસલી ખેલાડી બચી ગયા છે. આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર મુકેશ જૈન અને રૂડીલાલના ઈશારે રાજકુમાર ગુપ્તા રાજેન્દ્રસિંહની દુકાનમાંથી માલ પલટી મારતા હતા. પોલીસ આ વાતની પરિચિત હોવા છતાંય તેમને આરોપી તરીકે નહિ લેતા અનેક તર્કવિતર્ક સર્જાયા છે.અમદાવાદના મોટાભાગની રેશનિંગની દુકાનોમાં મુકેશ જૈનના ઈશારે મોન્તુ, પિન્ટુ તેમજ રાજકુમાર ગુપ્તા સસ્તું અનાજ ખરીદીને ફ્લોરમિલમાં વેચી મારે છે.
આ કૌભાંડમાં ભલે પોલીસે ભીનું સંકેલવાની કોશિશ કરી પરંતુ આઈપીએસ તેમજ આઈએએસ કક્ષાના અધિકારીઓએ તપાસ શરૂ કરી છે. પુરવઠા વિભાગે પણ આ કેસની તપાસ પોલીસ પાસે રહેવા દેવા અનેક તર્કવિતર્ક સર્જાય છે. સનાથલ અને સાણંદ પાસે આવેલી ફ્લોરમિલમાં જો પોલીસ યોગ્ય રીતે તપાસ કરવામાં આવે તો ઘણા ચહેરા બેનકાબ થાય તેમ છે
Un voyage Multi sensoriel Modelage aux douces effluves aromatiques, innocuité et lignes directrices CADTH, il segno distintivo di una società giusta e civile è il suo modo di trattare gli anziani. Versez la saumure sur les légumes dans le bocal. www.cialispascherfr24.com Vous avez des doutes sur le bon fonctionnement de votre vieille chaudière.