અમદાવાદઃ દાદાગીરીથી લોકોમાં દહેશત ઉભી કરીને ગુંડ્ડાગીરીનું સામ્રજ્ય બનાવનાર ચાણક્યપુરીના પ્રદિપ ઉર્ફે માયા ડોન યાદવની તેનાજ ઘરમાં ઘુસીને પાંચ શખ્સોએ વહેલી સવારે ઘાતકી હત્યા કરી નાખતા સમગ્ર વિસ્તારમાં ચકચારમચી ગઇ છે. વહેલી સવારે ખેલાયેલા આ ખુની ખેલમાં હત્યા કરનાર પ્રદિપનો કૌટુબિક બનેવી છે. પોલીસ માટે માથાનો દુખાવો બની ગયેલો પ્રદિપ પોલીસ સ્ટેશનમાં જાતેજ પોતાની રીતે માથા પછાડીને આંતક મચાવતો હતો
આજે સવારે ચાણક્યપુરી વિસ્તારમાં આવેલા પુરષોતમનગર વિભાગ 2માં રહેતા પ્રદિપ ઉર્ફે માયા ડોનના ઘરમાં અનીષ પાંડે સહિત કેટલાક લોકો તલવારો લઇને આવ્યા હતા તેની પર જીવલેણ હુમલો કર્યો હતો. લોહીથી લથપથ હાલતમાં પોતાની જીવ બચાવવા માટે પ્રદિપ ઘરની બહાર દોડ્યો હતો જ્યા તેનુ જમીન પર ઢળી પડ્યા બાદ મોત નિપજ્યુ છે. વહેલી સવારે ખેલાયેલા આ ખુનીખેલના કારણે પુરષોતમનગરમાં રહેતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
પોલીસસુત્રોના જણાવ્યા અનુસાર હત્યા કરનાર અનીષ પાંડે પ્રદિપ યાદવનો કૌટુબિક બનેવી થાય છે. પ્રદિપે અનીષ પાંડેના મિત્ર અજયને મારમાર્યો હતો જેના કારણે મોડીરાત્રે બે વાગ્યા સુધી પ્રદિપના ઘરે અનીષ પાંડેનો ઝઘડો ચાલ્યો હતો. મોડીરાત્રે અનીષ પાંડે, અજય, રાહુલ અમાવસ સહિતના લોકોએ પ્રદિપની હત્યા કરવાની કવાતરુ ધડ્યુ અને વહેલી સવારે આશરે 10 કરતા વધુ લોકો તલવારો લઇને આવ્યાને પ્રદિપનું ઢીમ ઢાળી દીધુ હતું. આ ખુની ખેલની જાણ પોલીસને થતા તેઓ તાત્કાલીક ઘટના સ્થળે પહોચી ગયા હતા અને પ્રદિપની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપીને રાહુલ અને અમાવસની અટકાયત કરી લીધી છે.
મને મારવા માટે લોકો આવ્યા છે તેમ કહીને પ્રદિપે અનીષને ઘરે બોલાવ્યો
મોડીરાત્રે અનીષ કોઇ ઝધડાની અદાવત રાખીને તેના ઘરે જવાનો હતો નહી પરંતુ પ્રદિપે અનીષને ફોન કર્યો હતો અને કહ્યુ હતુકે મને મારવા માટે લોકો આવ્યા છે તમે મને બચાવવા માટે આવી જાઓ તેમ કહીને પ્રદિપે અનીષ અને તેના મિત્રોને ઘરે બોલાવ્યા હતા. અનીષ અને તેના મિત્રો ઘરે આવી ગયા બાદ પ્રદિપે મકાનનો દરવાજો બંધ કરીને તમામને ફટકાર્યા હતા અને ત્યારબાદ ઝધડાની અદાવત મામલે પણ વાત કરી હતી. પ્રદિપની દાદાગીરી વધી જતા મોડીરાત્રે અનીષે તેની હત્યા કરવાનો પ્લાન બનાવી લીધો હતો.
પ્રદિપ ઉર્ફે માયા ડોનનો ગુનાહીત ઇતિહાસ
પ્રદીપ ઉર્ફે માયા વર્ષ 2012થી ગુનાહિત પ્રવૃતિઓમાં જોડાયો ત્યારબાદ તે સોલા પોલીસ સ્ટેશનમાં મારામારીના 5 કેસ, તેમજ લૂંટ અને અપહરણના કેસમાં પકડાયો હતો, પ્રદિપે દારુના ધંધામાં પણ હાથ અજામયો જેમા તેની ધરપકડ થઇ હતી. ત્યારબાદ સાબરમતી પોલીસ સ્ટેશનમાં ખંડણીના ગુનામાં પકડાયો, કારંજ પોલીસ સ્ટેશનમાં મારામારીના ગુનામાં પકડાયો અને ક્રાઈમ બ્રાન્ચમાં આર્મ્સ એક્ટના ગુનામાં પકડાયો હતો. બે મહિના પહેલા વટવા પોલીસ સ્ટેશનમાં પ્રદિપ વિરુધ્ધમાં 50 લાખ રુપિયાની ખંડણી માગવાનો પણ ગુનો નોંધાયો હતો ખેડુત યુવકને ફોન કરીને રુપિયા માંગ્યા હતા.
શુટઆઉટ એટ લોખંડવાલામાં માયાની જેમ બનાવા માંગતો હતો.
શુટઆઉટ એટ લોંખડવાલામાં અંડરવર્લ્ડ ડોન માયા ડોળસની ભુમિકાથી ઇમપ્રેસ થઇને પ્રદિપે પોતાનું નામ માયા ડોન રાખ્યું હતું. મુવીમાં જે રીતે વિવેક ઓબોરાય રહે છે તે રીતે પ્રદિપ રહેતો હતો અને લોકો પાસેથી ખંડણી માંગતો હતો.
Do not use any mixture left in the syringe for a second injection. where to buy viagra in malaysia Side effects Check with your doctor as soon as possible if you have any problems while using CAVERJECT Impulse, even if you do not think the problems are connected with the medicine or are not listed in this leaflet.